ટંકારા પોલીસે દારૂ ભરેલી અલ્ટો કાર સાથે એકને ઝડપી લીધો

- text


ખીજડીયા રોડ પુલીયા પાસેથી 156 બોટલ દારૂ સાથે મોરબીના યુવાનને દબોચી લેવાયો

ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે ખીજડીયા રોડ પુલીયા પાસેથી 156 બોટલ દારૂ ભરેલી અલ્ટો કાર સાથે સાથે મોરબીના યુવાનને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

ટંકારા પોલીસ મથકના એએસઆઇ ભાવેશભાઇ ધીરજલાલ વરમોરાને બાતમી મળી હતી કે, ધુનડા (ખાનપર) ગામ તરફથી જી.જે.-01-એચ.એમ.4367 નંબરની ગ્રે કલરની અલ્ટો કાર વિદેશી દારૂ ભરી ટંકારા તરફ આવે છે. જે બાતમીને આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ નાગજીભાઇ બાર, કોન્સ્ટેબલ રમેશભાઇ માલાભાઇ રબારી, સિધ્ધરાજસિંહ રાણા, બીપીનભાઇ શેરસીયા તથા કૌશીકભાઇ પેઢડીયા સહિતના સ્ટાફે ટંકારા ખીજડીયા રોડ પર આવેલ પુલીયા પાસે વોચ ગોઠવી હતી અને અહીંથી પસાર થયેલ ઉપરોક્ત વર્ણન વાળી અલ્ટો કાર અટકાવી રોકી ચેક કરતા આરોપી રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા, રહે.મોરબી વાવડી રોડ સામૈયા સોસાયટી વાળાના કબ્જામાથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 144 બોટલ કિંમત રૂપિયા 54 હજાર તેમજ ઓલ સીઝન બ્રાન્ડ દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 4800 અને અલ્ટો કાર કિંમત રૂપિયા 70 હજાર મળી 1.28 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

આ સફળ કામગીરી ટંકારા પીએસઆઇ એચ.આર, હેરભા, સર્વેલન્સ સ્ક્વોડના પો.હેડ.કોન્સ. વીજયભાઇ નાગજીભાઇ બાર, એ.એસ.આઇ ભાવેશભાઇ ધીરજલાલ વરમોરા, પો.કોન્સ. બીપીનભાઇ શેરસીયા, રમેશભાઇ રબારી, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા, કૌશિકકુમાર રતિલાલ પેઢડીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

- text