મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગકારોએ કાયદો વ્યવસ્થા અંગે રેન્જ આઈજી સાથે બેઠક યોજી

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં ઔદ્યોગિક વિસ્તારમાં થતી ચોરી અને લૂંટફાટ અટકાવવા આઈજી અને એસપીને રજૂઆત 

મોરબી : મોરબીમાં ઔદ્યોગિક વિસ્તારમાં થતી ચોરી અને લૂંટફાટની ઘટના અટકાવવા માટે આજરોજ આઈજી અને જિલ્લા પોલીસવડાને સીરામીક સહિતના જુદા જુદા ઉદ્યોગકારોએ ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજી રજૂઆત કરી હતી.

આજરોજ મોરબી ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા પોલીસવડા કચેરી ખાતે રેન્જ આઈજી અશોક યાદવ તેમજ એસપી રાહુલ ત્રિપાઠી સાથે મોરબી સિરામિક એસોસિયેશનના હોદ્દેદારો, પેપરમીલ એસોસિયેશન, પેકેજીંગ એસોસિયેશન, મીઠા ઉદ્યોગ એસોસિયેશન તેમજ ટ્રાન્સપોર્ટર એસોસિએશનના હોદ્દેદારોની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ઔદ્યોગિક વિસ્તારમાં થતી લૂંટફાટ અને ચોરની ઘટનાને અટકાવવા ઔદ્યોગિક વિસ્તારમાં ચેકપોસ્ટ અને પેટ્રોલિંગ ચાલુ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પોલીસ સ્ટેશનમાં મજૂરોનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પણ અનિવાર્ય હોય તે અંગે પણ રજૂઆત કરી હતી. આ સાથે જ વેપારમાં થતી વિવિધ પ્રકારના છેતરપિંડી માટે એસઆઇટીની રચના કરવા અંગે પણ ચર્ચા થઈ હતી અને માટીની ટ્રકો દ્વારા જ્યાં ત્યાં માટીના ઢગલાઓ કરવામાં આવે છે તે અટકાવવા બાબતે પણ રજૂઆત કરાઈ હતી.

- text

- text