મિતાણાના વિદ્યાર્થીઓએ વીજળી બચત માટે સૌર ઊર્જાની કૃતિ બનાવી

- text


મિતાણામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ બનાવેલી ફર્ટિલાઈઝર એન્ડ સીડ સ્કેટરર કૃતિ જિલ્લા કક્ષાએ પ્રસંદગી પામી

ટંકારા : ટંકારાના મિતાણાના વિદ્યાર્થીઓએ પ્રદુષણ ઘટાડવા અને વીજળી બચત માટે સૌર ઊર્જાની અનોખી કૃતિ બનાવી છે આ મોડેલ યંત્ર સૌર ઊર્જાથી ચાલતું હોય કોઈપણ પ્રકારના વિદ્યુતની જરૂર પડતી નથી જેથી પ્રદૂષણ પણ ફેલાતું નથી પરિણામે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યાઓ નિવારી શકાય તેમ છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મિતાણા ખાતે બહુચર વિદ્યાલય હાઈસ્કૂલના વિધાર્થીઓ ગાભાં અમિત, બાંભવા શનિએ ફર્ટિલાઈઝર એન્ડ સીડ સ્કેટરર કૃતિ રજૂ કરી હતી. આ સર્વોત્તમ કૃતિ હોવાથી જિલ્લા કક્ષાએ પસંદગી પામી હતી અને હવે ઝોન કક્ષાએ પ્રદર્શનમાં ભાગ લેવા જશે. આ કૃતિ કૃષિ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. ખેતીવાડીના બાગાયત પાક તલ, જીરું. બાજરો, રાયડોના વાવેતર માટે આ યંત્ર ખૂબ જ ફાયદાકારક છે. જેનાથી વિવિધ જાતના રાસાયણિક ખાતર-દવાનો સરળતાથી છંટકાવ થઈ શકે છે. તેથી ખેડૂતો માટે આ યંત્ર ઉપયોગી હોય ઓછા ખર્ચામાં નફો મેળવી શકે છે. વિધાર્થીઓને આ કૃતિ બનાવવામાં શિક્ષકો અને પ્રિન્સિપાલે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

- text

- text