મોરબીના લાયન્સનગરમાં રોડનું કામ અધૂરું છોડી દેવાતા પાણીના તલાવડા ભરાયા

- text


પાણીની લાઈન તૂટી જતા વગર ચોમાસે પાણી – પાણી જેવી સ્થિતિ સર્જાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : મોરબીના છેવાડાના લાયન્સનગરમાં રોડનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. એક સાઈડના રોડ સાથે પાણીની લાઈન તૂટી જતા વગર ચોમાસે પાણી – પાણી જેવી સ્થિતિ સર્જાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા ગયા છે.

મોરબીના વોર્ડ નંબર-11માં આવેલ શનાળા બાયપાસ પાસેના લાયન્સનગર વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હોય પણ આ રોડનું કામ અધવચ્ચે જ પડતું મૂકી દેવાયું છે. આથી રોડની એક સાઈડ તૂટવા લાગી અને રોડ પરની પાણીની લાઈન તૂટી જતા પાણીની રેલમછેલ થઈ છે. રોડ ઉપર વગર ચોમાસે પાણી ભરાયા છે અને તલાવડાની માફક પાણી ભરાયને વહેતા હોવાથી લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. આથી આ રોડનું કામ ઝડપથી શરૂ કરવા અને લીકેજ પાણીની લાઈનનું રિપેરીગ કરવા સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ કલેકટરને રજુઆત કરી છે.

- text

- text