ખેતપેદાશના સીઘા વેચાણને પ્રોત્સાહન આપવા હળવદ માર્કેટ યાર્ડ સ્ટોલ બનાવાશે

- text


હળવદ માર્કેટ યાર્ડનો ખેડૂતલક્ષી એક નવો સરાહનીય પ્રયાસ

હળવદ : પ્રાકૃતિક ખેતપેદાશનું ઉત્પાદન કરતા ખેડૂત મિત્રોના ઉત્પાદનને ગ્રાહકો સુધી સીધું પહોંચાડવા માટે અને વેચાણ પ્રક્રિયાને વેગ આપી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે માર્કેટયાર્ડ હળવદ દ્વારા એક ખેડૂતલક્ષી નવો પ્રયાસ કરી હાઇવે ઉપર ખેડૂતોને સ્ટોલ આપવા આયોજન કરેલ છે.

હળવદ તાલુકાના ખેડૂતમિત્રો જે પ્રાકૃતિક ખેતી કરી પ્રાકૃતિક ખેતપેદાશનું ઉત્પાદન કરતા હોય અને સીધું ગ્રાહકોને વેચાણ કરવા માંગતા હોય એના માટે માર્કેટ યાર્ડ હળવદ દ્વારા સ્ટોલ બનાવવાનું વિચારણામાં લીધેલ છે તો આ બાબતે રસ ધરાવતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતમિત્રોએ માર્કેટ યાર્ડ હળવદનો તા.21.01.2023 સુધીમાં રૂબરૂ સંપર્ક કરવો. જેથી આગળનું આયોજન થઈ શકે. રજા સિવાયના દિવસોમાં સવારે ૧૦.૦૦ થી ૧૭.૦૦ દરમિયાન ૨૧ તારીખ સુધીમાં કેટલા ખેડૂતમિત્રો સંપર્ક કરે છે અને આ બાબતમાં કેવો રસ ધરાવે છે એ બાદ આગળનું આયોજન કરીશું. ભુજ – અમદાવાદ હાઇવે નો લાભ પ્રાકૃતિક પેદાશોના વેચાણને ચોક્કસ મળી શકેશે તેવું હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશ પટેલે જણાવ્યું છે.

- text

- text