આવતીકાલે ગુરુવારે મોરબીના અનેક વિસ્તારમાં વીજકાપ

- text


મોરબીઃ આવતીકાલે તારીખ 12 જાન્યુઆરી ને ગુરુવારના રોજ PGVCL મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી ગૌશાળા ફીડર સવારે 8 થી બપોરના 5 વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી માટે બંધ રહેશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text

આવતીકાલે શનાળા રોડ પરનો માર્કેટીંગ યાર્ડ તથા તેની સાઈડનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અરિહંત, અંકુર, આરાધના, રામેશ્વર વગેરે સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર, ભાજપ કાર્યાલય, સ્વસ્તિક, દિવ્ય જીવન, મહાવીર, માણેક, પટેલ, સોમનાથ સોસાયટી, કાલિકા પ્લોટનો તમામ વિસ્તાર, પ્રાણનગર, કાયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, રઘુવીર સોસાયટી, એવન્યુ પાર્કનો અમી એવન્યુ વિસ્તાર, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટીફીક વાડી રોડનો એરીયા, મામા ફટાકડાથી કાનાની દાબેલીથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો જેવા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text