મોરબીના રામધન આશ્રમે તા.30 જાન્યુઆરીથી દેવી ભાગવત કથા

- text


બાળવિદુષી રત્નેશ્વરીદેવીના મુખે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરવા અનુરોધ

મોરબી : મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે આગામી તા.30 જાન્યુઆરીથી બાળવિદુષી રત્નેશ્વરીદેવીના મુખે સંગીતમય શૈલીમાં દેવી ભાગવત કથાનું આયોજન કરાયું છે.

જયમાતાજી ગુરુકૃપા સેવા સમિતિ મહેન્દ્રનગરના ભક્તો દ્વારા આગામી તા.30 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન રામધન આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરાયું છે.ભવ્ય દેવી ભાગવત કથામાં બાળવિદુષી રત્નેશ્વરીદેવીના મુખે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે અને કથા દરમિયાન અંબે પ્રાગટ્ય, ઉમિયા પ્રાગટ્ય, શાકંભરી પ્રાગટ્ય, ચામુંડા પ્રાગટ્ય, મહાકાળી પ્રાગટ્ય, શિવ વિવાહ, નંદ ઉત્સવ અને ખોડિયાર પ્રાગટ્ય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે અને આગામી તા.3 ફેબ્રુઆરીના રોજ 108 લોટ રાંદલ તેમજ યજ્ઞોપવીતનું પણ આયોજન કરાયું છે. તા.30 જાન્યુઆરીના રોજ બપોરે 3.30 કલાકે પોથીયાત્રા બાદ કથા પ્રારંભ થશે. જેથી ધર્મપ્રેમી લોકોએ કથાશ્રવણનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

- text

- text