રાજકોટના બુટલેગર ફિરિયાએ મોરબીમાં છુપાવેલો દારૂ એલસીબીએ પકડી પાડ્યો

- text


બેલા ગામની સીમમાં ઓફસેટના ગોડાઉનમાં છુપાવેલો 15.19 લાખની કિંમતની જુદી-જુદી બ્રાન્ડનો 3780 બોટલ દારૂ અને બોલેરો કબ્જે કરાઈ

મોરબી : રાજકોટના કુખ્યાત બુટલેગર અને તેની ટોળકીએ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ઓફસેટના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી રૂપિયા 5.19 લાખની કિંમતની જુદી-જુદી બ્રાન્ડનો 3780 બોટલ દારૂ અને બોલેરો કાર સહીત રૂ.20.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપીઓ હાજર ન મળી આવતા ત્રણ શખ્સને ફરાર દર્શાવી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના કુખ્યાત બુટલેગર ફિરોજ હાસમભાઇ મેણું ઉર્ફે ફીરીયા સંધીએ મોરબી જિલ્લામાં પગપેસારો કરી પોતાના સાગરીતો મારફતે બેલા ગામની સીમમાં આવેલ પવનસુત ઓફસેટના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની સચોટ બાતમી હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ નંદલાલભાઈ વરમોરા અને વિક્રમભાઈ કુગશીયાને મળતા એલસીબી ટીમે દરોડો પાડતા ગોડાઉનમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 1896 બોટલ કિંમત રૂપિયા 7.11 લાખ, રોયલ ચેલેન્જ બોટલ નંગ 456 કિંમત રૂપિયા 2,37,120, રોયલ સ્ટગ બોટલ નંગ 1428 કિંમત રૂપિયા 5,71,200 તેમજ બોલેરો કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ રૂપિયા 20,19,320નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

વધુમાં એલસીબી ટીમે બેલા ગામની સીમમાં આવેલ પવનસુત ઓફસેટના ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવા મામલે ફિરોજ હાસમભાઇ મેણું, રહે. જંગલેશ્વર રાજકોટ, ધવલ રસિક સાવલિયા, રહે.રાજકોટ અને જીજે-25-યુ-9826 નંબરના બોલેરોના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.આ સફળ કામગીરી મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા અને એ.ડી.જાડેજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- text

- text