જમાનો બદલાયો : અગાઉ ઉત્તરાયણમાં પતંગ કરતા દાન પુણ્યનું મહત્વ વધુ હતું

- text


મોરબીના વૃદ્ધોએ વાગોળ્યા સંસ્મરણો, દાયકાઓ અગાઉ આજની જેમ પતંગ આકાશથી છવાઈ ન જતું, ખૂબ ઓછી પંગત ચગતી, ઉંઘીયા કરતા ખીચડાનું વધુ મહત્વ હતું

મોરબી : ઉત્તરાયણ પર્વ અબાલ વૃદ્ધ સૌનો પ્રિય અને મોજીલો તહેવાર છે. આજે ઉત્તરાયણમાં આખું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે. હવે તો મોટાભાગના મકાનો આગાશી એટલે નાની મોટી ઇમરાતવાળા મકાનો ઉપરથી હર્ષની ચિચિયારી સાથે કાઇપો છે ને બુમો પડે છે. પંતગની કાતિલ દોરીથી પક્ષીઓ અને રસ્તે ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે ક્યારેક જીવલેણ બને છે. પણ એક જમાનો એવો પણ હતો જેમાં આજથી ચાર પાંચ દાયકા પહેલાં ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું મહત્વ ખૂબ ઓછું હતું. તે સમયે આજે વૃદ્ધ બની ગયેલા લોકો પોતાના બાલ્યકાળમાં મોટાભાગે વેકેશનમાં પતંગ ચગાવતા એ પણ હાથ બનાવટની અને કપડાં સિવવાના દોરાથી પતંગ ચગાવતા તેથી કોઈ અનિચ્છનીય બનાવ બનતો જ ન હતો. એ જમાનો અત્યાર કરતા વધુ બહેતર હોવાના વૃદ્ધોએ સંસ્મરણો છે.

65 વર્ષના કેશુભાઈ કાનાભાઈ વાઘેલા કહે છે કે, તેમના બાલ્યાવસ્થામાં ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનું મહત્વ બહુ જ ઓછું હતું. ઘણીવાર હાથે બનાવેલી પતંગો ચગાવતા સૌથી વધુ દાન ધર્મનું મહત્વ વધુ હતું. ત્યારે અમેં નાના હોય એ સમયે ઘરેઘરે બાળકો માટે પીપરમેટ, તલ-મમરાના લાડુ, શેરડી અને બોર વેંચતા એ લેવા માટે અમે શેરીએ શરીએ ફરતા અને પછી ભેગા મળીને ખાતા હતા. જ્યારે 60 વર્ષના અમૃતભાઈ સાગઠિયા કહે છે કે અમારા જમાનામાં ઉતરાયણએ પતંગ ચગાવાનું મહત્વ ધીરેધીરે શરૂ થયું પણ બજારમાં બહુ ઓછી પતંગ મળતી અને પતંગો ખરીદવા માટે એટલા પૈસા પણ ન હતા એટલે અમે પ્લાસ્ટિકની બ્લેડ કે કાતરથી પંતગ આકરની કાપકૂપ કરી ખપાટની કે સાવરણાની કમાન બનાવીને ગોદડા સિવવાના દોરાથી પતંગ ચગાવતા, ઘરેથી એકપણ પૈસો લેતા ન હતા.

70 વર્ષના કાનજીભાઈ બારેજીયા કહે છે કે અમે બાળકો હતા ત્યારે ઉતરાયણમાં પતંગ ચગાવવાનું બિલકુલ મહત્વ ન હતું. મેં પતંગ ચગાવી જ નથી. હા પણ દાન પુનનું મહત્વ હતું. એટલે દાન પૂન કરતા બીજું કે આજની જેમ ઉંઘીયાનો કોઈ જમાનો પણ ન હતો એ વખતે ઉંઘીયાનું નામ પણ કોઈએ સાંભળ્યું ન હતું. એટલે આખો દિવસ ખીચડો બનાવતા અને રાત્રે ખીચડો બનાવીને આરોગતા આ રીતે ખીચડો ખાઈને મોજથી ઉતરાયણ મનાવતા હતા.

- text

79 વર્ષના માધુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, એમે 50 વર્ષે પહેલા બાળકો હતો ત્યારે ભણતા અને તે સમયે ઉતરાયણમાં પતંગ ચગાવવાનું મહત્વ હતું જ નહીં. એટલે ઉતરાયણમાં પતંગ ચગાવતા જ નહીં, ભણતા હોવાથી વૈશાખ અને જેઠ મહિનામાં વેકેશન પડતું ત્યારે પતંગ ચગાવતા અને વગર ઉતરાયણે વેકેશનમાં પતંગ ચગાવવાનો ક્રેઝ જામતો હતો. ઉત્તરાયણમાં તો ફક્ત શેરીએ ગલીએ વેચાતી પ્રસાદી લેવા માટે અમે બધા બાળકો આખો દિવસ હડિયાપટ્ટી કરતા હતા.

જૈફ વયના છગનભાઈ રામજીભાઈ ઉભડિયા કહે છે કે, તેમના જમાનામાં ઉતરાયણ પતંગ ચગાવવાનું મહત્વ આજની જેમ ભપકાદાર ન હતું. આકાશમાં પણ અમુક જ બાળકો પતંગ ચગાવતા અમે પણ એકદમ સદાયથી બજારમાંથી પતંગ ખરીદીને નહિ પણ ઘરે જ પતંગ બનાવતા અને ઘરના રહેલાં કપડાં સિવવાના દોરાથી પતંગ ઉડાડતા એટલે પેચ લડવાની કોઈ હોડ જ ન હતી અને તલ, મમરાના લાડુ, શેરડી, બોર ઘરેઘરેથી લઈ આવી ઉતરાયણ મનાવતા હતા.

80 વર્ષના ભાણજીભાઈ મોતીભાઈ વરિયા કહે છે કે, એ સમયે ધો.4 પાસથી કરીને આગળ ભણવા મોરબી આવેલો પણ એ સમયે ઉતરાયણમાં પતંગ ચગાવવાનું મહત્વ ન હતું. ક્યાંક ક્યાંક પંતગ ઊડતી જોવા મળતી આથી અમે બધા બાળકો હથેથી કાળગ લઈ વાંસની સળીની કમાન બનાવી પતંગ બનાવતા અને ચગાવતા હતા. ત્યારે આજની જેમ કાતિલ દોરી અને પતંગની કાપાકાપી ન હતી. બસ પતંગને પૂછડું બાંધીને મોજ ખાતર જ ચગાવતા એકબીજાની પતંગ ક્યારેય કાપતા નહિ.

70 વર્ષના રાઘવજીભાઈ જીવણભાઈ વાઘાણી કહે છે કે, અમારા જમાનામાં આજે જેમ શેરીએ ગલીએ પતંગો અને વિવિધ જાતની દોરી મળે છે એમ ત્યારે મળતી ન હતી. એટલે ત્યારે બાળકો હોય પતંગ ખરદીવા એટલા પૈસા પણ ન હોય ઉતરાયણના હાથ બનાવટની પતંગ જ ચગાવતા, ખાસ છાપાના કાગળને પતંગની સાઈઝમાં કાપકૂપ કરી ખાપટની કમાન બાંધીને પતંગ બનાવતા અને ત્યારે પતંગ બાંડો નહી પણ પૂછડું બાંધીને પતંગ ચગાવતા અને ઉતરાયણ કરતા વેકેશનમાં પતંગ ચગાવવાની ખૂબ મજા પડતી આજની જેમ દેખાદેખી ન હતી.

- text