હળવદ માર્કેટ યાર્ડમાં રૂપિયા 55555ના ભાવે જીરૂનો મુહૂર્ત સોદો

- text


ભલગામડાના ખેડૂત સિઝનનું નવું જીરૂ વેંચવા આવતા વેપારીઓએ મુહૂર્તમાં ઉત્સાહ દેખાડ્યો

હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આજે સીઝનના નવા જીરાની હરરાજીનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે. જીરુ વેચવા આવેલા ભલગામડાના ખેડૂતને મુહૂર્તમાં રૂપિયા 55,555 ભાવ મળતા ખેડુત ખુશખુશાલ થઈ ગયા હતા. સાથે જ આ સીઝનમાં જીરુંનો યોગ્ય ભાવ મળે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.

હળવદ માર્કેટ યાર્ડમાં મુખ્ય કપાસ, જીરું અને ધાણાની સીઝનની પ્રથમ આવક થાય તેમાં મૂહુર્તના સોદા કરવામાં આવતા હોય છે અને આ મૂહુર્તની હરરાજીમાં વેપારીઓ ઉત્સાહપૂર્વ ભાગ લઈ જણસીની ઉંચા ભાવે બોલી બોલતા હોય છે. ત્યારે ઓણસાલ સિઝનની જીરૂની પ્રથમ આવક હળવદ માર્કેટીંગ યાર્ડમાં આવતા ભલગામડા ગામના ખેડૂતને પ્રતિમણે રૂપિયા 55,555નો ભાવ ચૂકવી જીરુની શુભ હરરાજી કરવામાં આવી હતી.

- text

હળવદ તાલુકાના ભલગામડા ગામના વિઠ્ઠલભાઈ દેવજીભાઈની વાડી ભાગમાં રાખતા ખેડૂત બેચરભાઈ આજે એક મણ જેટલું જીરું હળવદ માર્કેટ યાર્ડમાં લઈને આવ્યા હતા અને ભક્તિ નંદન ટ્રેડિંગ નામની પેઢીમાં મારફતે વેચાણ કર્યું હતું. જોકે આ જીરુંની મૂહુર્તનો સોદો હોય જેથી માર્કેટ યાર્ડના વેપારીઓએ ઉત્સાહપુર્વક હરરાજીમાં ભાગ લઈ સૌથી ઊંચી બોલી રૂપિયા 55,555મા પંચનાથ ટ્રેડિંગ નામની પેઢીના વેપારીએ ઉંચી બોલી લગાવી જીરાની ખરીદી કરી હતી.હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે યાર્ડમાં સિઝનના જીરાની આવકનું શુભ મૂહુર્ત આજથી થયું છે જેમાં વેપારી મિત્રોએ ખેડૂને સારો એવો ભાવ આપ્યો છે જે સાથે સાથે આવતા દિવસોમાં પણ ખેડૂતને યોગ્યભાવ મળી રહશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

- text