મોરબીની સોખડા શાળામાં વેસ્ટ ટુ બેસ્ટ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીની સોખડા પ્રાથમિક શાળામાં બાળકોમાં નાનપણથી જ કરકસરનાં ગુણ પ્રાપ્ત થાય એવા હેતુથી વેસ્ટ ટુ બેસ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજસ્થાનથી પ્રદીપકુમારજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને માર્ગદર્શક પુરું પાડ્યું હતું. તેમને શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, રાષ્ટ્રીય ઉજવણી પર્વ, સરસ્વતી વંદના જેવા કાર્યક્રમ વધુ આપી અને દીપી ઉઠે અને બાળકોમાં સર્વાંગી શિક્ષણનો અભિગમ વિકસે તે માટે સુશોભન માટે અનેક ટ્રીક શીખવી હતી. કાગળકામ, ભરતકામથી બાળકોમાં ખૂબ આનંદ અને રુચિયુક્ત માહોલ ઉભો થયો હતો. આ અવસરે સર્જનાત્મકતા વધે એવો શાળા સટાફ તરફથી શુભ આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના વ્યવસ્થાપનમાં રમેશભાઈ વી.કાલરીયા પૂર્વ સીઆરસી કો.ઓર્ડીનેટર તેમજ પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘે ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text

- text