મોરબીના પેપર ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોએ જ મશીનરીની ચોરી કર્યાનો ઘટસ્ફોટ, 5ની ધરપકડ

- text


બનાવ બાદ કારખાનામાંથી શ્રમિકો ગુમ હોવાથી શંકાના આધારે તાલુકા પોલીસે તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો 

મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી પેપરમીલ લગતી મશીનરીની ચોરી થયા બાદ આ કારખાનામાંથી શ્રમિકો ગુમ હોવાથી શંકાના આધારે તાલુકા પોલીસે તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આથી પોલીસની તપાસમાં મોરબીના પેપર ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોએ જ મશીનરીની ચોરી કર્યાનો ઘટસ્ફોટ થયો છે અને ચોરી કરનાર 5 શ્રમિકોની ધરપકડ કરી છે.

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્વીટીંગ મશીન તથા મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા મશીનને લગાડવાની ડાઇ આશરે નંગ-૦૫ ની ચોરી થયેલ હોય અને આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન કારખાનામાં કામ કરતા શ્રમિકો બનાવ બાદ હાજર નહીં મળી આવતા આ શ્રમિકોની ઉંડાણપુર્વક માહિતી મેળવી તથા બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી મેળવેલ ફુટેજ આધારે તથા ટેકનિકલ માધ્યમથી આરોપીઓનો રૂટ ચકાસી વાહન રાજસ્થાન રાજયના ઉદયપુર તરફ હોવાની હકીકત મળી હતી.

- text

સીસીટીવી ફુટેજમાં આ વાહનમાં ચોરીનો માલ ભરીને આરોપીઓ રાજસ્થાન તરફ ગયા હોવાની હકીકત મળતા રાજસ્થાન રાજયના ઉદયપુર જીલ્લા પોલીસ સાથે સંકલનમાં રહી તુરત જ એક ટીમ રાજસ્થાન રાજયના ઉદયપુર જવા રવાના કરી મોરબી તાલુકા પોલીસે ચોરી કરનાર આ કારખાના શ્રમિકો અને મૂળ રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપીના ગણેશ શાંતિલાલ દુભાયે, બ્રિજેશકુમાર શ્રીરામાઆશરે રાજપુત, ગોવિંદ દિનકર ધાદવડ, રાજકમલ ગંધર્વસિંહ રાજપુત, બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ રાજકુમાર પ્રજાપતિને ઝડપી લીધા હતા. તેમજ ગજાનંદ એન્જીનીયર વર્કનું સ્લીટીંગ મશીન નંગ-૦૧ આશરે કિ.રૂ.૮,૦૦,૦૦૦ તથા મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ નગ-૧ આશરે કિ.રૂ. ૨૫૦૦૦ તથા મશીનને લગાડવાની ડાઇ નંગ-૦૫ આશરે કિ.રૂ.૧,૦૦,૦૦૦ તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ આઇશર વાહન MH-15-HH-8669 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ ૩,૧૯,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text