મોરબી : વાઘપરામાં મેડિકલ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના વાઘપરા ખાતે આવેલી સતવારા સમાજની વાડી ખાતે સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.

વાઘપરા ખાતે આવેલી સતવારા સમાજની વાડીમાં ડો. હસ્તી આઈ. મહેતાનો 98મો નિદાન અને સારવાર કેમ્પ હતો. જેમાં ડો. હસ્તી આઈ. મહેતાએ 190થી વધુ દર્દીનું વજન કરી ત્રણ દિવસની દવા ફ્રી આપી હતી. સાથે જ 65 દર્દીઓનું ડાયાબિટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જનતા ઓપ્ટિકલના અક્ષયભાઈ દ્વારા 100 થી પણ વધુ દર્દીની આંખોનું પ્રાથમિક નિદાન કરી જરૂરી સલાહ સૂચન આપ્યું હતું.

- text

આ કેમ્પને સફળ બનાવવા માટે ભાવેશભાઈ કંઝરીયા, વોર્ડ નંબર 13ના કાઉન્સિલર જશવંતીબેન સોનાગ્રા, ગીતાબેન સોનાગ્રા, ધર્મિષ્ઠાબેન વ્યાસ, મિતેશભાઈ, દિનેશભાઈએ જેહમત ઉઠાવી હતી. કેમ્પમાં સહાયક તરીકે કોઠારીભાઈ, ચંદ્રલેખાબેન મેહતા, રસ્મીન દેસાઈ, દર્શનાબેન ત્રિવેદી, અરિબા,અતીકા અને ચાનીયાએ સેવા આપી હતી.

- text