મોરબીમાં એપાર્ટમેન્ટ અને સોસાયટીના હલણનો વિવાદ કલેકટર સમક્ષ

- text


વ્રજ સોસાયટીના રહીશો દ્વારા બાજુના એપાર્ટમેન્ટનો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેતા રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી

મોરબી : મોરબીના રવાપર રોડ ખાતે અડોઅડ આવેલા ફ્લેટ ધારકો અનેં સોસાયટી વચ્ચે રસ્તાના હલણ પ્રશ્ને વિવાદ સર્જાતા સમગ્ર મામલો જિલ્લા કલેકટર સમક્ષ પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટી અને વ્રજ વાટિકા એપાટર્મેટના રહીશો વચ્ચે હલણના પ્રશ્ને વિવાદ થયો છે. જેમાં બાજુની વ્રજ સોસાયટી આ રસ્તો બંધ કરી દેતા વ્રજ વાટિકાના લોકોની અવરજવર બંધ થઈ ગઈ હોવાનો આરોપ લગાવી ઇમરજન્સી સમયે ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય એમ છીએ જેથી આ રસ્તો સત્વરે ખુલ્લો કરવા જિલ્લા કલેકટર સમક્ષ માંગ કરી રજુઆત કરવામાં આવી છે. અને આ મુદ્દે રાજકીય આગેવાનો દ્વારા પણ દરમિયાનગીરી કરી વર્ષો જૂના રસ્તા પર દીવાલ ચણવા બાબતે યોગ્ય નિકાલ કરવાની વ્રજ વાટિકા એપાર્ટમેન્ટના રહીશોએ માંગણી કરી છે. એપાર્ટમેન્ટના રહીશોએ આ બાબતે જો તંત્ર માનવતાના ધોરણે યોગ્ય નિરાકરણ લાવે અને તેમનો વર્ષો જૂનો ચાલવાના રસ્તા પરની બાજુની સોસાયટીના રહીશોએ કરેલી દીવાલ તાકીદે દૂર કરવા લેખિતમાં રજૂઆત કરી છે.

- text

- text