મોરબી કેસર બાગમાં થતી અશોભનીય પ્રવૃતિઓ રોકવા માંગ

- text


એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત

મોરબી : મોરબીના નટરાજ ફાટક પાસે આવેલા કેસર બાગમાં અંધકારના સમયે અવારનવાર અશોભનીય ગતિવિધિઓ થતી જોવા મળે છે ત્યારે આ અંગે એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કેસર બાગમાં લાઈટની વ્યવસ્થા ગોઠવી સુરક્ષા મજબૂત કરવા માંગ કરી છે.

મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે નટરાજ ફાટક પાસે આવેલા કેસર બાગમાં તાત્કાલિક લાઈટની વ્યવસ્થા કરવામાં આવે. કેમ કે લાઈટ ન હોવાથી અંધકારમાં ઘણા અશોભનીય કૃત્યો થતાં જોવા મળી રહ્યા છે. જેથી કોઈ વ્યક્તિ ફેમિલી સાથે ફરવા જાય તો આવા દ્રશ્યો જોવા મળતાં શરમજનક સ્થિતિમાં મૂકાવું પડે છે. આ વાતની જાણ લોકોએ એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમને કરી હતી તેથી આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

- text

- text