મોરબી ખાતે બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : બગથળા સોશિયલ ગ્રુપ મોરબીનો ગઈકાલે રવિવારે વાર્ષિક કાર્યક્રમ અને સ્નેહમિલન સમારંભ યોજાયો હતો.

ગઈકાલે તારીખ 8 જાન્યુઆરી ને રવિવારના રોજ રવાપર રોડ પર આવેલા ગોકુલ ફાર્મ ખાતે બગથળા સોશિયલ ગ્રુપ મોરબીનો વાર્ષિક કાર્યક્રમ અને સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના કાળ અને ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર અને વડાપ્રધાનના માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના બાળકોથી માંડી મોટી બહેનોએ રાસ, દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં નવા પ્રમુખ મંત્રીની નિમણૂક પણ કરવામાં આવી હતી. દામજી ભગતના હસ્તે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગ્રુપની એક વિશિષ્ટતા છે કે આ ગ્રુપમાં બગથળાના સર્વ જ્ઞાતિના ભાઈઓ આ ગ્રુપના સભ્યો છે. આ કાર્યક્રમમાં શિલ્ડના દાતા પ્રાણજીવનભાઈ ઠોરિયા અને ગિફ્ટના દાતા ચંદુલાલ ઓઢવિયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એ. કે. ઠોરિયા, દિલીપભાઈ, ગિરીશભાઈ થોરીયા, નવનીતભાઈ વડનાગ્રા, બલદેવભાઈ મેરજા, કલ્પેશભાઈ મસોતે મહેનત કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન આરતીબેન રોહનભાઈ રાંકજાએ કર્યું હતું.

- text

- text