ટંકારાની અમરાપર શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાની અમરાપર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 6 થી 8 ના 50 બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આવડત મુજબ વ્યસન જાગૃતિ પર ચિત્રો કંડાર્યા હતા.

ટંકારા તાલુકાની અમરાપર પ્રાથમિક શાળા ખાતે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સહયોગથી વ્યસનમુક્તિ જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રથમ નંબર અલ્ફીયાઝ યુનુષભાઈ, દ્વિતીય નંબર ચાવડા નંદની રમેશભાઈ, તથા ત્રીજો નંબરે સિપાઈ રાબીયા કારીમભાઈ વિજેતા થતા આ તમામ વિજેતાઓ ને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને અંતે આર. બી.એસ.કે. ડો.ચિત્રાંગી પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા અને પરિવારને પણ આ વ્યસનથી દૂર રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમમાં પી.એચ.સી. સુપરવાઈઝર ઉમેશભાઈ ગોસાઈ, એમ.પી.એચ.ડબ્લ્યુ અવેશ કડીવાર હાજર રહ્યા હતા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય બી. કે. જોશી તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text