લાતીપ્લોટમાં રસ્તા પહોળા કરી પંચાસર રોડ ઉપર નોનવેજના હાટડા દૂર કરો

- text


મોરબી શહેરના વોર્ડ નંબર-9માં નાગરિકો દ્વારા રજુઆત

મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર 9માં આવેલ વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપી લાતીપ્લોટમાં સાંકડા રસ્તા પહોળા કરી પંચાસર રોડ ઉપર નોનવેજના હાટડા દૂર કરવા સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબી શહેરના વોર્ડ નંબર નવમા રહેતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા પંચાસર રોડ ઉપર શરૂઆતમાં જ શરૂ થયેલા નોનવેજના હાટડા દૂર કરવાની સાથે પંચાસર રોડ અને નાની કેનાલ રોડ ઉપર નિયમિત પણે સફાઈ કરવા તેમજ લાતી પ્લોટમાં ટ્રાફિકની અવર જ્વર જોતા સાંકડા રસ્તા પહોળા કરવા માંગ ઉઠાવવામાં આવી છે આ ઉપરાંત વોર્ડ નંબર 9ના લોકોની પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે ધ્યાન આપી આ રૂટ ઉપર સીટી બસ સેવા શરૂ કરવા માંગ કરવામાં આવી છે.

- text

- text