કોરોનાના હાઉ વચ્ચે મોરબીના બાળકો વાયરલ બીમારીનો શિકાર

- text


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કહે છે કે સરકારનો નિર્ણય ન આવે ત્યાં સુધી શાળાઓમાં ફરજિયાત માસ્ક લાગુ કર્યા નથી, માત્ર સાવચેત રહેવાની સલાહ આપી

મોરબી : મોરબીમાં હમણાંથી ઠંડીમાં વધઘટને કારણે નાના બાળકોમાં વાયરલ બીમારી વધી રહી છે. જેમાં ખાસ કરીને 102થી વધુ ડીગ્રી તાવ ધરાવતા અને શરદી ઉધરસની બીમારી ધરાવતા બાળકોથી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઉભરાય રહી છે. ખાનગી તબીબોના કહેવા મુજબ આવી વાયરલ બીમારીઓ ધરાવતા સરેરાશ સ્કૂલ દીઠ 10 બાળકો હોય છે. જો કે આવી વાયરલ બીમારીથી બાળકોમાં કોવિડની કોઈ સંભાવના નથી. પણ વાયરલ બીમારી ચેપી હોય બીજા બાળકમાં ઝડપથી ફેલાતી હોય સ્કૂલમાં દરેક બાળકોને ફરજિયાત માસ્ક પહેરવાનો બાળ તબીબોઓ અભિપ્રાય આપ્યો છે. પણ તંત્ર દ્વારા શાળા આવા કોઈપણ પ્રકારના ગંભીર પગલાં હજુ લેવામાં આવ્યા નથી. ફરજિયાત માસ્ક તો દુરની વાત પણ આ વાયરલ બીમારીઓ અટકાવવા માટે સ્થાનિક કક્ષાએ કોઈ તકેદારી પણ રાખી નથી. આવી બીમારીઓ ઝડપથી વકરી રહી હોવા છતાં સ્થાનિક તંત્ર શાળાઓમાં ફરજિયાત માસ્ક સહિતના પગલાં લેવામ્સ હજુ સરકારના નિર્ણયની રાહ જુએ છે તે કેટલા અશે વાજબી છે ?

શાળામાં અવરનેશ અને સાવચેત રહેવાની તાકીદ કરી

બાળકોમાં વાયરલ બીમારીઓ વધી તે અંગે કેવા પગલાં ભર્યા તે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવીણ અંબારીયાએ જણાવ્યું હતું કે, સંભવિત કોવિડના ખતરાને લઈને જિલ્લાની કુલ 588 શાળાઓ અવરનેશ એટલે જાગૃત રહેવાની તાકીદ કરી છે. હાલ જે બાળકોમાં વાયરલ બીમારી હોય તેમાં હજુ કોઈ કાર્યવાહી કરી નથી. સરકારની ગાઈડલાઈન અને નિર્ણય ન આવે ત્યાં સુધી શાળાઓમાં ફરજીયાત માસ્ક લાગુ ન કરી શકીએ ! હાલ તો શાળાઓને બીમારીઓ સામે સાવચેત રહેવાની સૂચના આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અધિકારી બીમારી વધી હોય એવો સરકારના ઉપરી અધિકારીને રિપોર્ટ કરીને કેવા પગલાં લેવા તેનું માર્ગદર્શન લઈને શાળામાં આ ચેપી વાયરલ અટકાવવા જરૂરી પગલાં લઈ શકે છે. પણ તંત્રએ આવું કશું જ કર્યું નથી. તેથી વાયરલ બીમારીઓ બાળકો હજુ પણ વધે તો જવાબદાર કોણ ? તેવો વેધક સવાલ ઉઠ્યો છે.

- text

ખાનગી શાળામાં વાયરલ બીમારીવાળાને ફરજિયાત માસ્ક અને રજા રાખવાની સૂચના

મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા કહે છે કે, બાળકોમાં વાયરલ બીમારીઓ વધી હોય એમાં જિલ્લાની કુલ 223 ખાનગી શાળાઓ જરૂરી પગલાં લેવાયા છે અને આવી બીમારી ધરાવતા બાળકોને ફરજિયાત માસ્ક તેમજ જરૂર જણાવ તો રજા આપી દેવી અને સામાન્ય શરદી ઉધરસ હોય એવા બાળકોને માસ્ક સાથે અલગ બેન્ચમાં બેસવાની સુવના આપી છે. તેથી મોટાભાગના વાલીઓ પણ જાગૃત બનીને વાયરલ બીમારી વાળા બાળકોને માસ્ક પહેરાવીને જ શાળાએ મોકલે છે અને ચેપી વાયરસ બીજામાં ન ફેલાય તે માટે અલગ બેસાડવામાં આવે છે. દાખલ કરવા પડે એવા. બાળકો હોય તો જરૂર જણાય તેટલી રજા આપવામાં આવે છે. આમ શાળા કક્ષાએથી જરૂરી તમામ તકેદારીનઆ પગલાં લીધા છે. જો કે સરકાર ગાઈડલાઈન ન આવી હોવાથી ફરજિયાત માસ્કનો નિર્ણય લાગુ કર્યો નથી.

- text