મોરબીની વીસી ટેક્નિકલ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ-ટુ-ગેધર યોજાયું

- text


મોરબીઃ શાળા જીવનની યાદો તાજી કરવા માટે મોરબીમાં વિવિધ શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ-ટુ-ગેધરના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીની વી.સી. ટેક્નિકલ સ્કૂલના 1989ની બેચના વિદ્યાર્થીઓનું સહપરિવાર ગેટ-ટુ-ગેધર યોજાયું હતું.

25 ડિસેમ્બરના રોજ પરગામ ખાતે વી.સી. ટેક્નિકલ સ્કૂલના 1989ની બેચના 70 જેટલા મિત્રો 33 વર્ષ બાદ સહપરિવાર મળ્યા હતા અને મિત્રતાની મહેફિલ માણી હતી. તમામે સાથે કાઠિયાવાડી ભોજન સાથે લીધું હતું અને તાપણાની મોજ માણી હતી. “તાપણાં અને આપણા” વચ્ચે બધા મિત્રો અને તેઓના પરિવારજનોએ રાસગરબાની રમઝટ પણ માણી હતી. સમગ્ર આયોજન ચેતન સવેરા, ઋષિ દફતરી, મહાદેવ ડાભી, અમિત પટેલે કર્યું હતું.

- text

- text