સમગ્ર રાજ્યમાં નવયુગ ઇન્ટરનેશનલ જેવી પ્રિ-સ્કુલ નહીં જોવા મળે : પેરેન્ટ્સ અભિભૂત

- text


કલાસરૂમ અને સ્કૂલનો એક એક ખૂણો બાળકોને કંઇક ને કંઇક શીખવવા માટે બનાવ્યો હોવાનો સુર

મોરબી : મોરબીના આંગણે નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કૂલના ગ્રાન્ડ ઓપનિંગ અને કિડ્સ કાર્નિવલને નિહાળી મોરબીના પેરેન્ટ્સ અભિભૂત થયા છે, સ્કૂલનો અનોખો માહોલ જોઈ પોતાના પ્રત્યક્ષ અનુભવને શેર કરતા પેરેન્ટ્સે કહ્યું હતું કે સમગ્ર રાજ્યમાં નવયુગ ઇન્ટરનેશનલ જેવી પ્રિ-સ્કુલ નહીં જોવા મળે

મોરબીની નવયુગ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કૂલની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની અને કિડ્સ કાર્નિવલ નિહાળી વાલીગણ ખૂબ જ આનંદિત થયા છે અને અભિભૂત થયેલા આ વાલીએ પોતાનો અનુભવ શેર કર્યો છે. એક પેરેન્ટસ તરીકે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલના ગ્રાન્ડ ઓપનિંગ અને કિડસ કાર્નિવલ નિહાળ્યા બાદ પેરેન્ટ્સે જણાવ્યું હતું કે, નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલનું અદભુત આયોજન જોઇને અભિભુત થઈ જવાયું. સવારે 8:30 કલાકે ધમાકેદાર ગ્રાન્ડ ઓપનીંગમાં ગેઇટમાં પ્રવેશ કરતા જ નવયુગના ટીચર્સનું હાર્ટલી વેલકમ જોઇને ખરેખર ખૂબ જ ગમ્યું. અંદર ઓફિસમાં પ્રવેશતા જ પ્રમુખ પી.ડી.કાંજીયાને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ ટીમના મેમ્બર દ્રારા સંપૂર્ણ સ્કૂલની વિઝીટ કરાવવામાં આવી. દરેક કલાસમાં કંઇક ને કંઇક અલગ થીમ અને નાના બાળકો દ્રારા દરેક રૂમનું થ્રૂ આઉટ અંગ્રેજીમાં ઈંટ્રોડક્શન આપતા જોઇને ચકિત થઈ જવાયું.

વધુમાં દરેક કલાસરૂમ અને સ્કૂલનો એક એક ખૂણો બાળકોને કંઇક ને કંઇક શીખવવા માટે બનાવ્યો હોય એવું લાગ્યું. સ્કૂલ જોતા એવું લાગ્યું ખરેખર મોરબી નહીં ગુજરાતમાં પણ આવી પ્રિ-સ્કુલ નહીં જોવા મળે. કિડ્સ કાર્નિવલમાં પગ મૂકતા બાળકોને મીની કુંભમેળો હોય તેવું લાગ્યું. ૩ હજારથી વધુ બાળકો અને પેરેન્ટસે આ બાળનગરીની મુલાકાત લીધી હશે. અઢળક રંગબેરંગી કાર્ટુન્સ જેમ કે છોટા ભીમ, મીકી માઉસ સાથે બાળકો તેમજ પેરેન્ટસે સીલ્ફી લેવા પડાપડી કરી હતી. તેમજ અલગ અલગ પ્રકારના હાઇટ વાળા જોકરોએ બાળકોને ખૂબ આનંદ કરાવ્યો. સાથે સાથે મેજીક શો, પપેટ શો, પોટર, જીંગ, ડાન્સ ઝોન, ગેમ ઝોન,આર્ટ ઝોન તેમજ નવયુગ સોફટ પ્લે એરિયામાં રમવા માટે બાળકોનું ખૂબ વેઇટીંગ જોવા મળ્યું હતું અને ટ્રેકીંગ રાઇડસમાં બાળકો જે મજા લેતા હતા તે જોઇને બાળકોની સાથે સાથે પેરેન્ટસ પણ આનંદ કરતા હતા.

સાથે જ હેલ્દી બેબી કોમ્પીટીશનનું રીઝલ્ટ જાહેર થતાં જ નવયુગનું એમ્ફી થિએટર ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું. જેમાં આકર્ષક ઇનામો, ટ્રોફી તેમજ દરેક ભાગ લેનાર બાળકોને ભારતી સ્ટેશનરી દ્રારા શ્યોર ગ્રીટ તેમજ હની-બની ડાયપર કંપની દ્રારા કોમ્પીટીશનમાં ભાગ લેનાર દરેક બાળકને ડાયપર કીટ ગીફટ આપી હતી અને મોરબીના પ્રખ્યાત એન.ટી. સ્ટુડીયો દ્રારા કોમ્પીટીશનમાં ભાગ લેનાર દરેક બાળકને તેના ફોટા સાથેની ફોટોફ્રેમ ગીફટ આપવામાં હતી અને વિશાળ એરીયામાં અલગ અલગ પ્રકારના ફુડ સ્ટોલ પર પેરેન્ટસ અને બાળકોએ ભરપેટ નાસ્તાની મજા માણી હતી.ખરેખર એક અવિસ્મરણીય અને અદભૂત કાર્યક્રમ જોતા નવયુગની ટીમ તેમજ પ્રમુખ પી.ડી.કાંજીયાને બીરદાવવા માટે આ શબ્દો ખૂબ જ ઓછા પડતા હોવાનું અંતમાં ઉમેર્યું હતું.

- text

- text