હળવદના મર્ડર કેસમાં ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો

- text


 

હળવદ : હળવદ તાલુકામાં વર્ષ 2020માં થયેલા મર્ડર કેસમાં ડિસ્ટ્રીકટ કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા છે. જેથી ત્રણેય આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.

પ્રાપ્ત વિગત મુજબ તા 4 ઓગસ્ટ 2020ના રોજ હળવદ તાલૂકા પોલીસે લાકડી વડે જીવલેણ ઘા કરી મોત નિપજાવ્યાની ફરિયાદના આધારે પકો નવલગીરી બાવાજી, રવિ ભૂરાભાઈ રબારી અને અનિલબાલ જેરામભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ 302, 34 તથા જીપી એકટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

- text

આ અંગેનો કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયાની ધારદાર દલીલોને માન્ય રાખી કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠેરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી પક્ષે ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયા, જીતેન અગેચણીયા, જે.ડી. સોલંકી, મોનિકાબેન ગોલતર, હિતેશ પરમાર, ડિમ્પલ રૂપાલા, દિવ્યા સીતાપરા, રવિ ચાવડા રોકાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

- text