જાતીય સતામણીની ડર વગર અમને જાણ કરો : પોલીસે છાત્રાઓને સુરક્ષાની ખાતરી આપી

- text


 

હળવદની શાળામાં જાતીય સતામણી અંગે પીઆઇ સહિતના સ્ટાફે વિદ્યાર્થીનીઓને કાયદાકીય માર્ગદર્શન આપ્યું

હળવદ : આજરોજ હળવદ પોલીસ દ્વારા શહેરમાં આવેલ મોડલ સ્કૂલ ખાતે ગુડ ટચ બે ટચ, સેલ્ફ અવેરનેસ, સોશિયલ અવેરનેસ, જાતીય સતામણી સહિતના વિષયોથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવી હતી.

શાળા-કોલેજો, બસ,ઓફિસ,ઘર અને અન્ય જાહેર સ્થળો પર દીકરીઓ અને મહિલાઓ કયારેક શારીરિક – માનસિક ત્રાસના ભોગ બનતા હોય છે. આવી સ્થિતિમાં તેમને શું કરવું અને કઈ રીતે આ રીતની સતામણીના ભોગ ન બનવું તે અંગે ખ્યાલ આવતો નથી. આવા શારીરિક અને માનસિક ત્રાસ આપનારા નરાધમો સામે કેવી રીતે લડત આપવી તે અંગે પણ જાગૃતતા જરૂરી છે.આ સમયે કુમળી વયની દીકરીઓ કોઇ પણ શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ ન બને તેમજ કેમ કરીને પોતાની જાતની સ્વયંમૂ રક્ષા કરી શકે તે ખૂબ જરૂરી છે. તે ઉપરાંત આવા પ્રકારના બનાવનો ભોગ ન બને તે માટે શું તકેદારી રાખવી,આવી ઘટના બને તો કોને જાણ કરવી તેમ સહિતની બાબતોની સમજ આપવા માટે હળવદ પોલીસ દ્વારા માર્કેટ યાર્ડ સામે આવેલ મોડલ સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ પીઆઈ ડી.એમ ઢોલ,યોગેશદાન ગઢવી, રામદાન ગઢવી સહિતના પોલીસ જવાનો તેમજ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

- text

- text