અમારી સામે સિગારેટ કેમ પીવે છે કહી યુવાનને માર માર્યો, વચ્ચે પડેલ બહેનને છરીનો છરકો

- text


મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં 24 દિવસ પહેલા બનેલ બનાવમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં સિગારેટ પી રહેલા યુવાનને અમારી સામે સિગારેટ કેમ પીવે છે કહી માર મારનાર બે ભાઈઓએ વચ્ચે છોડાવવા પડેલ બહેનની આંગળીમાં છરીનો છરકો કરતા 24 દિવસ પહેલાના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.30 નવેમ્બરના રોજ મોરબીના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઇ હનાભાઈ ચાવડા નામના યુવાનને અમારી સામે સિગારેટ કેમ પીવે છે કહી આરોપી આંનદ દિનેશભાઇ ચાવડા તેમજ રિશી દિનેશભાઇ ચાવડાએ માર મારી ઝઘડો કર્યો હતો બાદમાં મનસુખભાઇના બહેન મનીષાબેન આવી જતા તેઓ વચ્ચે છોડાવવા પડતા આરોપી રિશીએ મનસુખભાઈને છરી મારવા જતા બહેન મનીષાબેનને હાથમાં આંગળી ઉપર છરી વાગી જતા ટાંકા લેવા પડયા હતા.

- text

વધુમા આ ઝઘડામાં આરોપી આંનદ દિનેશભાઇ ચાવડા, રિશી દિનેશભાઇ ચાવડા, કમળાબેન દિનેશભાઇ ચાવડા તેમજ આનંદભાઈના પત્ની શિલ્પાબેન સહિતનાઓએ એકસંપ કરી મનીષાબેન તેમજ મનસુખભાઈને માર મારતા આ બનાવ અંગે 24 દિવસ બાદ વળતી ફરિયાદ નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text