જુના નાગડાવાસ સહકારી મંડળીનો આવકારદાયક નિર્ણય : હવે સભ્યોને કુદરતી મોતમાં પણ સહાય ચૂકવાશે

- text


મોરબી જિલ્લાની એક માત્ર મંડળી દ્વારા આકસ્મિકની સાથે કુદરતી મોતમાં સભ્યોને સહાય આપવાની પહેલ કરાઈ

મોરબી : મોરબીના જુના નાગડાવાસ ગામની સેવા સહકારી મંડળીએ હવે આકસ્મિકની સાથે કુદરતી મોતમાં પણ સભ્યોના પરિવારને સહાય આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. મોરબી જિલ્લાની આ એક માત્ર મંડળી દ્વારા આકસ્મિકની સાથે કુદરતી મોતમાં સહાય આપવાની પહેલ કરાઈ છે.

મોરબીના જુના નાગડાવાસ ગામે આવેલી જુના નાગડાવાસ સેવા સહકારી મંડળી ડઝર તાજેતરમાં સાધારણ સભા મળી હતી. જેમાં આ મંડળીના પેટા કાયદાની જોગવાઈમાં સુધારા કરવામાં આવ્યા હતા. જો કે અગાઉ આ મંડળી દ્વારા સભ્યોનું આકસ્મિક અવસાન થાય તો તેના પરિવારને રૂ.7500ની સહાય ચૂકવાતી હતી. પણ હવે નવા કાયદા મુજબ આ મંડળી દ્વારા આકસ્મિક અને કુદરતી મોતમાં પણ રૂ.7500ની સહાય ચૂકવાશે. પરંતુ અવસાન પામેલ સભાસદ મંડળીનો મુદત વિતેલ બકીદાર ન હોવો જોઈએ. સાથેસાથે નફાની વહેંચણી વિભાગ-2માં બાકી રહેતા નફામાંથી હવે 30 ટકા રકમ સભાસદ કલ્યાણ ફંડ ખાતે લઈ જવાનો નિર્ણય કરાયો છે. આ નવા પેટા કાયદાને જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓની કચેરી મોરબી દ્વારા માન્યતા આપવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં આકસ્મિકની સાથે કુદરતી અવસાનમાં સહાય ચૂકવતી હોય એવી જુના નાગડાવાસની સહકારી મંડળી પ્રથમ બની છે.

- text

- text