તમે ચિંતા ન કરો બધું મારા ધ્યાનમાં જ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

- text


 

નગરપાલિકા સુપરસીડ નહિ કરવા મામલે મોરબીના 44 નગરસેવકો દ્વારા સીએમને રજુઆત

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી નગરપાલિકાના 49 નગરસેવકો દ્વારા સહી ઝુંબેશ બાદ આજે રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરવા ગાંધીનગર પહોચતા મુખ્યમંત્રીએ રૂબરૂ આવેલા 44 નગરસેવકોને રૂબરૂ સાંભળી તમે ચિંતા ન કરો બધી બાબત મારા ધ્યાનમાં જ છે તેવો પ્રત્યુતર આપ્યો હોવાનું ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ અને વર્તમાન નગરસેવક દેવાભાઈ અવડીયાએ જણાવ્યું હતું.

ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાના 49 ચૂંટાયેલા નગરસેવકોએ ઓરેવા સાથે થયેલા કરારમાં તેમની ક્યાંય સહી ન હોવાનું અને આ કરાર બાબતે અજાણ હોવા ઉપરાંત સામાન્ય સભામાં પણ આ કરાર અંગેની દરખાસ્ત આવી ન હોય તેઓ કઈ જ જાણતા ન હોય નિર્દોષ હોવાનું જણાવી સહી ઝુંબેશ બાદ આજે ગાંધીનગર ખાતે નવનિયુક્ત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ રજુઆત કરી પાલિકાને સુપરસીડ નહિ કરી જે જવાબદાર છે તે લોકો સામે કાર્યવાહી કરી બાકીના નગરસેવકોને પૂર્ણ ટર્મ સુધી ચાલુ રાખવા રજુઆત કરી હતી.

વધુમાં ગાંધીનગર ખાતે રજુઆત કરવા ગયેલા નગરસેવકોના પ્રતિનિધિ મંડળના આગેવાન એવા પૂર્વ પાલિકા પ્રમુખ અને નગરસેવક દેવાભાઈ અવડીયાએ જણાવ્યું હતું કે અમારી રજુઆત સકારાત્મક રહી છે, આજે પાંચ નગરસેવકો બહારગામ હોય અમે 44 નગરસેવકો રજૂઆત માટે ગયા હતા અને અમોને સાંભળી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ચિંતા નહિ કરવા અને તમામ બાબતો ધ્યાનમાં હોવાનું જણાવ્યું હતું. નગરસેવકો વતી મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ રજુઆત કરી હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

- text

- text