મોરબીના નીચી માંડલ ગામે પાણીના ટાંકાની પાઇપ રીપેર કરવા જતા આધેડનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ગત તા.6 ડિસેમ્બરના રોજ પોતાના ઘેર સંડાસ બાથરૂમ ઉપર મુકેલી પાણીની ટાંકીનો પાઇપ રીપેર કરવા જતા ચંદુલાલ દેવજીભાઈ કુંડારિયાનો પગ લપસી જતા પડી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચંદુલાલને પ્રથમ મોરબી બાદ રાજકોટ વધુ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા.9ના રોજ મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text