મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાં શ્રમિકના મોબાઈલ ચોરી કરનાર તસ્કર ઝડપાયો

- text


 

મોરબી :મોરબી તાલુકા પોલીસે આજે બાતમીના આધારે મોરબી જીલ્લામાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રાત્રી દરમ્યાન મોબાઇલ ચોરી કરનાર એક ઇસમને ચોરેલ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. પંકજભા ગઢડા તથા દેવશીભાઇ મોરીને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા સહિતનાં સર્વેલન્સ સ્ટાફે આજે મોરબી તાલુકાના જેતપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ નજીક આવેલ માર્કેટ પાસેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સિરામીક ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રાત્રી દરમ્યાન મોબાઇલ ચોરી કરનાર આરોપી સુગ્રીવકુમાર ગોકલભાઇને કુલ મોબાઇલ કોન નંગ-૦૨ કુલ કિંમત રૂ. ૨૫,૦૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

- text

- text