મોરબીના ટ્રાન્સપોર્ટ અને ઘડિયાળ ઉદ્યોગમાં સીજીએસટીના દરોડા

- text


દિલ્હીથી આવતા ઘડિયાળના મુવમેન્ટ દરોડા માટે કારણભૂત

મોરબી : માર્ચ મહિના આડે હવે છેલ્લા ત્રણ મહિના બાકી છે ત્યારે જીએસટી અને સીજીએસટી વિભાગના સોફટ ટારગેટ એવા મોરબીમાં દરોડા તપાસનો દૌર શરૂ થયો છે જેમાં લાતીપ્લોટ સ્થિત ટ્રાન્સપોર્ટરને ત્યાં મોટાપાયે સીજીએસટીની તપાસ બાદ આ તપાસનો રેલો ઘડિયાળના ત્રણ કારખાના સુધી પહોંચ્યો હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીરામીક ઉદ્યોગને નિશાન ઉપર લઈ હાલમાં હાઇવે ઉપર જીએસટી અને સી જીએસટીની મોબાઈલ સ્ક્વોડ દ્વારા તપાસ તેજ બનાવાઈ છે તેવામાં ગઈકાલથી મોરબીના લાતીપ્લોટમાં સીજીએસટી વિભાગે ધામા નાખી સર્ચ સર્વે શરૂ કરી ગેરરીતિઓ હોવાનું જણાતા આ તપાસ ઘડિયાળના ત્રણ કારખાના સુધી લંબાવી હોવાનું જાણવા મળે છે.

- text

બીજી તરફ લાતીપ્લોટ વિસ્તારમાં ઘડિયાળના ત્રણેક મોટા કારખાનાઓ સુધી તપાસ લંબાવવાની સાથે ટ્રાન્સપોર્ટરને ત્યાં વ્યાપક ગેરરીતિઓ અને દિલ્હીથી આવતા માલ સંદર્ભે ઘડિયાળ ઉત્પાદકો ઝપટે ચડયા હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.

- text