મોરબીમા જુગારની મહેફિલ માણતા 11 ઝડપાયા

- text


 

કાલિકા પ્લોટ વોકળા કાંઠે દરોડો પાડી સીટી એ ડિવિઝન પોલીસે કરેલી કાર્યવાહી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ વોકળા કાંઠે દરોડો પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી 11 જુગારીઓને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 41,050 કબ્જે કર્યા હતા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કાલીકાપ્લોટ વોકળાના કાંઠે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ, મોરબી, દિનેશભાઇ ચુનીલાલ પારેખ રહે. મોટી માધાણી શેરી દરબારગઢ, અનિલભાઇ હરીભાઇ રાજા રહે. રવાપર રોડ, સોમનાથ સોસાયટી, કિશોરભાઇ ચંદુભાઇ રૂપારેલ રહે. રણછોડનગર જલરામપાર્ક, નરેન્દ્રભાઇ મનહરલાલ સોલંકી રહે. ઝવેરી શેરી, ભગવાનજીભાઇ માયાભાઇ કુંભારવાડીયા રહે. વાવડીરોડ, ગાયત્રીનગર, રજાકભાઇ સુલેમાનભાઇ કાથરોટીયા રહે. ખાટકીવાસ, કરીમભાઇ હુશેનભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ, વિજયભાઇ હરીલાલ રાણપરા રહે.ગ્રીનચોક, મોદી શેરી, વિનોદભાઇ નારણભાઇ કોટક રહે. લગધીરવાસ અને રહેમતુલ્લા નુરમામદભાઇ કુરેશી રહે. વજેપર રાજબેન્ક વાળી શેરી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 41,050 કબ્જે કર્યા હતા.

- text

આ સફળ કામગીરી પોલીસ ઇન્સપેકટર બી.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ આર.પી.રાણા, પો.હેડ.કોન્સ કિશોરભાઇ મિયાત્રા, મનસુખભાઇ દેગામડીયા, પો.કોન્સ ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, અરજણભાઇ ગરીયા, હીતેષભાઇ ચાવડા તથા તેજાભાઇ ગરચર સહિતના સ્ટાફે કરી હતી.

- text