સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવે ઇમરજન્સીમાં 24× 7 સર્જનની સેવા મળશે

 

કોઈ પણ ઇમજન્સીમાં તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ : અનુભવી એવા M.S. સર્જન ડો. મનીષ ભાટિયા આપશે સેવા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હવે ઇમરજન્સીમાં 24× 7 સર્જનની સેવા મળશે. કોઈ પણ ઇમજન્સીમાં અનુભવી એવા M.S. સર્જન ડો. મનીષ ભાટિયાની તાત્કાલિક શ્રેષ્ઠ સેવા ઉપલબ્ધ હશે.

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર મેઈન રોડ ઉપર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં હવે 24× 7 ડો. મનીષ ભાટિયા -M.S. સર્જન (ગોલ્ડ મેડાલિસ્ટ) જનરલ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન દ્વારા સારવાર આપવામાં આવે છે.


અહીં ઉપલબ્ધ સારવાર

  • રોડ તથા કારખાનામાં થતા અકસ્માત અને દાઝવાથી થતી ઈજાઓની ઈમરજન્સી સારવાર
  • પેટનો દુખાવો, એસીડીટી અને કબજિયાત જેવી પેટની તકલીફોની સારવાર
  • પીતાશય, કીડની અને મૂત્રાશયની કોથળીની પથરી તથા થાઈરોઈડ જેવી તકલીફોની સારવાર
  • દૂરબીન વડે થતા પેટના ઓપરેશનો (Laparoscopic Surgery)
  • ટાકા લેવા તથા શરીરના કોઈપણ ભાગમાં થતી ગાંઠ (સારણગાંઠ, ચરબીની ગાંઠ,સ્તનની ગાંઠ) તથા વધરાવળ નુ સચોટ નિદાન અને સારવાર
  • હરસ, મસા તથા ભંગદરની સારવાર
  • ચામડીની નીચે થતી શરીરની પેશીઓની બળતરા (cellulitis) તથા શરીરના કોઈપણ ભાગમાં થતી સડાની (Gangrene, Diabetic Foot) સારવાર

ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 9512433133, 9512533133