રવપાર ચોકડી પાસે ખુલ્લી ગટરમાં દરરોજ ખાબકતા વાહનો

- text


ગટર ઉભરાયેલી હોય વાહનો પાર્ક કરવા જાય કે તુરંત જ ગટરમાં ફસાય જતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા વેપારીઓમાં રોષ 

મોરબી : મોરબીના પોશ વિસ્તારમાં ગણાતા રવાપર ચોકડી વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારીને કારણે ત્યાં ખુલ્લી ગટરમાં રોજ છથી વધુ વાહનો ખાબકે છે. ખાસ કરીને અહીંયાના વેપારીઓ તેમજ ખરીદી માટે આવતા લોકો રોડની સાઈડમાં વાહન પાર્ક કરવા જાય તે તરત જ ત્યાં ઉભરાતી ખુલ્લી ગટરમાં ખુંપી જાય છે. જેથી વાહનોને ભારે નુકસાન થાય છે.ગટર ઉભરાયેલી હોય વાહનો પાર્ક કરવા જાય કે તુરંત જ ગટરમાં ફસાય જતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે.

મોરબીના પોશ વિસ્તારમાં ગણાતા રવાપર ચોકડી પાસે આવેલ કોહિનૂર કોમ્પલેક્ષમાં પટેલ પાન નામની દુકાન ધરાવતા વેપારી અમિતભાઈએ જણાવ્યું હતું કે, રવાપર ચોકડી પાસે આવેલ કોહિનૂર કોમ્પલેક્ષ પાસે રોડની સાઈડમાં ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે. આ ગટરનો ખાડો મોટો હોય ઉપરાંત ગટર સતત ઉભરાયેલી હોવાથી ત્યાં ઉપર પાણી હોવાને કારણે ઘણા લોકોને અહીંયા ખુલ્લી ગટર હોવાની ખબર રહેતી નથી. જો કે આ સ્થળે આસપાસના વેપારીઓ તેમજ ખરીદી અર્થે આવતા લોકો પોતાના વાહન પાર્ક કરે છે. પણ ખુલ્લી ગટર ઉભરાયેલી હોવાથી લોકોને ખબર ન હોય એટલે વાહનો પાર્ક કરવા ત્યાં જાય કે તુરંત જ વાહનો ગટરમાં ખુંપી જાય છે. ઘણી કારના આખે આખા વહીલ ગટરમાં એટલી હદે ખુંપી જાય છે કે આ કારને ગટરમાંથી બહાર કાઢવી મુશ્કેલ પડે છે.

- text

ખુલ્લી ગટરમાં દરરોજ આવી રીતે છથી વધુ ગાડી ફસાય જાય છે. ગઈકાલે આ વેપારીની પણ ગાડી ગટરમાં ખાબકી હતી. તેથી કારને ભારે નુકસાન થયું હતું. આવી રીતે ઘણા વાહનોની નુકસાન થાય છે. જો કે વેપારી વધુમાં કહે છે કે ત્યાં ગટર હોવાની તેમને ખબર હતી. પણ સાવચેતી રાખી હોવા છતાં પાણીને કારણે ગટર દેખાતી ન હોવાથી ગટરમાં ખુંપી જાય છે. અગાઉ તંત્રને રજુઆત કરી હતી અને સફાઈ કર્મીઓ ચક્કર મારીને જતા રહ્યા હતા. અત્યાર સુધી તંત્રએ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા તંત્રની બેદરકારીના પાપે વાહનોને ભારે નુકસાન પહોંચે છે. તેથી વેપારીઓએ તંત્ર અહીં નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text