પાટણની સગીરાને ભગાડી જનાર શખ્સ હળવદ પંથકમાંથી ઝડપાયો

- text


 

મોરબી : હળવદ પોલીસ દ્વારા પાટણના સરસ્વતી પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સ પિન્ટુજી છગનજી ઠાકોર ઉ.વ.21 રહે. ભલગામવાળાને ધનાળાના વેલવીન સિરામિક કારખાનમાંથી પકડી પાડવામાં આવ્યો છે.

આ કામગીરીમાં પીઆઇ એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કે.એમ.સોલગામા, કોન્સ.દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, બીપીનભાઈ પરમાર, તેજપાલસિંહ ઝાલા, પૂજાબેન કણઝારીયા રોકાયેલ હતા.

- text

- text