મોરબી જિલ્લામાં ભાજપની ભવ્ય જીત બદલ ભાજપ પ્રમુખે સર્વેનો આભાર માન્યો

- text


મોરબીઃ આજ રોજ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર ભાજપની શાનદાર જીત થઈ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા જીત બદલ સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લાની 65-મોરબી, 66-ટંકારા અને 67-વાંકાનેર બેઠક પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા, ટંકારા બેઠક પર દુર્લભજી દેથરીયા અને વાંકાનેર બેઠક પર જીતુ સોમાણીનો વિજય થયો છે. ત્યારે ભાજપના ઉમેદવારોને મત આપીને જીત અપાવવા બદલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અને ભાજપ પરિવાર દ્વારા સર્વે મતદારો, પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, સાંસદો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, પ્રદેશ તથા જિલ્લાના મોરચા-સેલના સર્વે હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા સર્વે પદાધિકારીઓ, પેઈજ સમિતિના સભ્યોથી લઈને મંડલ પ્રમુખ સુધીના સર્વે કાર્યકર્તા ભાઈઓ-બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

- text

- text