ટંકારામાં ગોડાઉનમાંથી રૂ.૮.૨૧ લાખની ચોરી કરનાર છને ઝડપી લેતી એલસીબી

- text


એલસીબીએ ગોડાઉનમાંથી જીરું અને વજન કાંટાની ચોરીનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો, હજુ બે ફરાર 

મોરબી : મોરબી એલસીબીએ ગણતરીના સમયમાં ટંકારા વિસ્તારમાં ગોડાઉનમાંથી રૂ.૮,૨૧,૦૦૦ ની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને ચોરીમાં ગયેલ તમામ મુદામાલ સાથે ચોરી કરતી ગેંગના કુલ ૬ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા.જો કે હજુ આ ગેંગના બે આરોપીઓ ફરાર હોવાથી આ બન્નેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ટંકારા લતીપર રોડ, પર આવેલ તિરૂપતી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં ગત તા.૨૫ના રોજ શટરના તાળા તોડી ગોડાઉનમાં રાખેલ જીરૂ કા નંગ-૬૮ વજન ૩૪૦૦ કીલો કી.રૂ.૮,૧૬,૦૦૦ તથા ઇલકેટ્રીક વજન કાંટો કી.રૂ. ૫,૦૦૦ મળી કુલ કી.રૂ. ૮,૨૧,૦૦૦ ના મુદામાલની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ટંકારા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.

- text

આ ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી.અને પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન Aડા રજનીંકાત કૈલા, HC સુરેશભાઇ હુંબલ PC નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાનાઓને સયુકત રીતે હકિકત મળેલ કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા રહે, મોરબી-૦૨ ભીમસર તથા વિરેન વિજયભાઇ રાઠોડ રહે, મોરબી-૦૨ એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડની સામે ઝુપડામાં વાળાઓએ તેના સાગરીતો સાથે મળી કરેલ હોવાની હકીકત આધારે ઉમીયા સર્કલ પાસે વોચ ગોઠવી આરોપીઓ નકુલ ઉર્ફે નિકુલ કરશનભાઇ મંદરીયા,વિરેન વિજયભાઇ રાઠોડ, રાહુલભાઇ રાજુભાઇ કુંઢીયા, પપ્પુભાઇ નવાભાઇ પરમાર, પાંગળાભાઇ નાનજીભાઇ ડામોર, હરેશભાઇ નરશુભાઇ મોહનીયાને ચોરીનો મુદામાલ, તથા ગુનામાં વપરાયેલ વાહનો, મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૩,૩૧,૫૦૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે દીનેશભાઇ તેજીયાભાઇ મેડા, અજય પ્રકાશભાઇ ભુરીયા ફરાર હોવાથી બન્ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. તેમજ ગુનાની મોડસ ઓપરેન્ડી એ છે આરોપીઓ દિવસના સમય દરમ્યાન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રેકી કરી મોડી રાત્રીના સમયએ વાહનોમાં આવી ગોડાઉન દુકાનના તાળા નકુચા તોડી દુકાના ગોડાઉનમાં પ્રવેશ કરી ચીજ વસ્તુની ચોરી કરવામાંની ટેવ વાળા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં તમામ આરોપીઓ અગાઉ હળવદ, મોરબી, મુન્દ્રા ખાતે ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે.

- text