મોરબીમાં કાલે સોમવારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જંગી જાહેર સભા

- text


રવાપર ઘુંનડા રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ટંકારા અને મોરબીના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા ગજવશે

મોરબી : મોરબીમાં કાલે સોમવારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તેઓ મોરબી નજીક રવાપર ઘુંનડા રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ટંકારા અને મોરબીના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા ગજવશે.

- text

મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા બેઠકના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાનો જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે. તેમના પ્રચાર કાર્યને વેગ આપવા અને પ્રચડ જન સમર્થન મેળવવા થોડા સમય અગાઉ ભાજપના દિગજ્જ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને જાહેર સભાઓ ગજવી હતી ત્યારે હવે મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા બેઠકના ઉમેદવાર દુલર્ભજીભાઈ દેથરીયાના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી અને કાઠિયાવાડી તળપદી શૈલીમાં હળવી રમૂજ સાથે વર્તમાન રાજનીતિનો સચોટ ચિતાર આપતા ભાજપના પ્રખર વક્તા પુરુષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતારવા આવ્યા છે અને આ બન્ને ઉમેદવારોના પ્રચાર માટે પુરુષોત્તમ રૂપાલાની આવતીકાલે તા.28ને સવારે 10 વાગ્યે મોરબી નજીક રવાપર ઘુંનડા રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે જંગી જાહેર સભા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકોને હાજર રહેવાની ભાજપ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

- text