સી.આર.પાટીલ અચાનક મોરબી દોડી આવ્યા : ભાજપના ઉમેદવારો અને હોદેદારો સાથે કરી ખાનગી મિટિંગ

- text


લાલપર ખાતે હોટલમાં મિટિંગ મળી

મોરબી : વિધાનસભાની ચૂંટણીનો માહોલ અને રાજકીય પક્ષોનો પ્રચાર જામતો જાય છે. ત્યારે આજે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અચાનક જ હેલિકોપ્ટર મારફત મોરબી દોડી આવ્યા હતા. અને ભાજપના ઉમેદવારો અને હોદેદારો સાથે હોટલમાં ખાનગી મીટીંગ કરી હતી. જ્યારે અચાનક જ પાટીલ મોરબી આવી ખાનગી મીટીંગ કરતા અનેક ચર્ચાઓ પણ ઉઠી છે.

આજે બપોરે અચાનક જ સી.આર.પાટીલનું હેલિકોપ્ટર પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ઉતર્યું હતું. આ સમયે
સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા અને મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિતના સ્થાનિક આગેવાનોએ તેમનું હેલિપેડ ખાતે સ્વાગત કર્યું હતું. સી.આર.પાટિલના અચાનક જ મોરબી દૌરા અંગે ભાજપ તરફથી કોઈ ઑફિસિયલી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સી.આર. પાટીલ મોરબી આવીને લાલપર પાસે આવેલી હોટલમાં ભાજપના ચૂંટાયેલા પ્રતીનિધિઓ, ઉમેદવારો અને સ્થાનિક ભાજપના હોદેદારો સાથે ખાનગી મીટીંગ યોજવામાં આવી હતી. જોકે આ મિટિંગમાં ક્યાં મુદ્દાઓને લઈને શું ચર્ચાઓ કરવામાં આવી તે જાણવા મળ્યું નથી. જ્યારે સ્થાનિક ભાજપ દ્વારા સી.આર.પાટિલના મોરબી દૌરા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અચાનક જ સી.આર.પાટીલ મોરબી આવી ભાજપના સ્થાનિક આગેવાનો અને ઉમેદવારો સાથે ખાનગી મીટીંગ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતાં અને પાટીલની મોરબી મુલાકાતનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

- text

- text