મોરબીઃ તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં વનાળિયા શાળાની વિદ્યાર્થિનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ

- text


મોરબીઃ નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં વનાળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ તાલુકા કક્ષાએ ઉત્તમ દેખાવ કર્યો છે. વનાળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ત્રણેય વિભાગમાં પ્રથમ નંબર મેળવી શાળાનું તથા ગામનું નામ રોશન કર્યું છે.

ધોરણ 1-2ના વિભાગમાં અજાણા નવ્યા નાગજીભાઈ, ધો. 3 થી 5માં પૈજા કાવ્યા અવિનાશભાઈ, ધો. 6થી8 ની વાર્તા નિર્માણ સ્પર્ધામાં અજાણા રાજવી નાગજીભાઈએ પ્રથમ નંબર મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ભારતીબેન દવે તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text