મોરબી : એકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ

- text


મોરબી : ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા. ૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૫-૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું જેના બદલે તા.૧૨/૧૧/૨૦૨૨ (શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨ (સોમવાર)ના સાંજના ૬:૩૦ વાગ્યા દરમ્યાન નક્કી કરતું મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

- text

- text