ટંકારા બેઠકના કોંગી ઉમેદવાર લલિત કગથરાએ આજે 18 ગામોનો પ્રવાસ કર્યો

- text


 

ટંકારા મત વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ગામોમાં પ્રચાર દરમિયાન લલિત કગથરાને ઠેર ઠેર આવકાર

ટંકારા : ટંકારા- પડધરી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાએ આજે 18 ગામોનો પ્રવાસ ખેડી પ્રચાર કર્યો હતો. જેમાં ટંકારા મત વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ગામોમાં પ્રચાર દરમિયાન લલિત કગથરાને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે.

લલિતભાઈ કગથરાએ આજે જેપુર, ગોર ખીજડિયા, વનાળિયા, માનસર, નારણકા, ખેવરિયા, નવજીવન, ખાખરાળા, બરવાળા, લૂંટાવદર, પીપળીયા, વિરપરડા, હજનાળી, મોડપર, બિલીયા, કાંતિપૂર, માણેકવાળા, બગથળાનો પ્રવાસ ખેડી ત્યાંના લોકોને તથા આગેવાનોને પોતાના કામોની આગામી રૂપરેખા સાથે કોંગ્રેસની વિચારધારાથી અવગત કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે રહ્યા હતાં. અને લલિત કાગથરાએ પોતાના આગવા અંદાજમાં લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. અને મત માટે અપીલ કરી હતી.

- text

- text