નાની વાવડી નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપે ઈજાગ્રસ્ત પશુને સારવાર આપી

- text


મોરબીઃ નાની વાવડીમાં એક પશુ (ખૂંટિયા)ને ઈજા થતાં શરીરમાં જીવાંત પડી હતી. આ વાતની જાણકારી નાની વાવડીના નકલંક નેજાઘારી ગૌ સેવા ગ્રુપના સભ્યોને થતાં તેઓએ તાત્કાલિક આ ખૂંટિયાને મલમ લગાવીને તેને સારવાર આપી હતી.

મહત્વનું છે કે, નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે. લંપી વાયરસમાં આ સેવાભાવી ગ્રુપે અમૂલ્ય યોગદાન આપ્યું છે. અત્યાર સુધીમાં 55 જેટલા રખડતા ઢોર મૃત્યુ પામતા તેને સમાધિ આપવામાં આવી છે અનેક રખડતા ઢોરને સાજા કરવામાં આવ્યા છે. આ ગ્રુપ દ્વારા મોરબીના આજુબાજુના વિસ્તારમાં રખડતા ઢોરને લીલું નાખવામાં આવે છે. કોઈ જગ્યાએ પશુ મૃત્યુ પામ્યા હોય તો તેને સમાધિ પણ દેવામાં આવે છે. અને કોઈ પશુ કે ગાય માંદી જણાય તો તુરંત જ આવા પશુઓને સારવાર આપવામાં આવે છે. વધુ વિગત માટે નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ (મો.નં. 7698062134)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text