માળીયાના મેઘપર ગામે દીવાલ ધસી પડતા વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : માળીયા તાલુકાના મેઘપર ગામે ઘરની દીવાલ ધસી પડતા જેસંગભાઈ ટપુભાઈ ડાંગર ઉ.62 નામના વૃદ્ધને ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text