માળીયાના નવાગામની સીમમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : માળીયા પોલીસે માળીયા તાલુકાના નવાગામથી મેઘપર જવાના રસ્તે મચ્છુ નદીના કાંઠે દરોડો પાડી આરોપી મુસ્તાક ફતેમામદભાઈ કટિયા રહે. રણછોડનગર, મોરબી વાળાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને દારૂ ગાળવાના સાધનો સહિત કુલ મળી રૂ.1540નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text