મોરબીના કેશર બાગ નજીક રેડ લેબલ દારૂની 12 બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


મોરબી એલસીબી દ્વારા બાઈક ઉપર થતી દારૂની હેરફેર પકડી પડાઈ

મોરબી : મોરબી કેસરબાગ નજીક બાઈક ઉપર રેડલેબલ દારૂની બોટલ સાથે નીકળેલા બાઈક ચાલકને એલસીબી ટીમે ઝડપી લીધો હતો. જો કે આ વખતે એક શખ્સ નાસી ગયો હતો.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે કેસરબાગ નજીક વોચ ગોઠવી રેડ લેબલ બ્રાન્ડ વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 24 હજાર સાથે બાઈક ઉપર નીકળેલા મૂળ રાજકોટના અને હાલ વાવડી રોડ ઉપર સુમતીનાથ સોસાયટીમાં રહેતા કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયાને ઝડપી લઈ 20 હજારનું બાઈક તેમજ રૂ.5000નો મોબાઈલ સહિત 49 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે દરોડાની કાર્યવાહી દરમિયાન જોન્સનગરમાં રહેતો આરોપી સાજીદ ઉર્ફે સાજલો મહેબૂબભાઈ સુમરા નાસી જતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text