મોરબી – વાંકાનેર હાઇવે ઉપર હિટ એન્ડ રન, રીક્ષા ચાલકને અજાણ્યા વાહને કચડી નાખ્યો

- text


મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે સીએનજી રીક્ષા ચાલકને પાછળથી ઠોકર મારી કચડી નાખી વાહન હંકારી નાસી છૂટતા હિટ એન્ડ રનની આ ઘટનામાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેરના બાવાગોરની શેરીમાં રહેતા બશિરમીયા હૈદરમીયા કાદરીએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત રાત્રીના ચારેક વાગ્યાના અરસામાં જીજે – 36 – યુ – 1119 નંબરની સીએનજી રીક્ષા લઈને જતા તેમનાં મોટાભાઈ અકબરમીયા હૈદરમીયા કાદરીને અજાણ્યા વાહને પાછળથી હડફેટે લઈ રોડ ઉપર પાડી દઈ ઉપર ટાયર ફેરવી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text