મોરબી શક્તિ ચેમ્બર નજીક ડમ્પર હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર સામે જીજે – 36 – ટી – 7025 નંબરના ડમ્પર ચાલકે બાઈક લઈને જઈ રહેલા કપિલભાઈ પટેલ ઉ.25ને પાછળથી ઠોકર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા કપિલભાઈનું મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે તેમના કૌટુંબિક ભાઈ હર્ષદભાઈ ડાયાભાઇ ફુલતરિયાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text