મોરબીના રંગપર રોડ ઉપર ટ્રકની ઓવરટેઈક કરવા જતા બાઈક ચાલકનું મોત

- text


મોરબી : મોરબીના રંગપર બેલા રોડ ઉપર ટ્રકની ઓવરટેઈક કરવા જતા સામેથી આવતા ડમ્પર સાથે અથડાતાં કેશોદના કેવદ્રા ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કેવદ્રા ગામના વતની અને હાલમાં મોરબી ખાતે સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા કેવીનકુમાર વિરમભાઈ કેશવાલા નામનો યુવાન ગત તા.14ના રોજ પોતાનું બાઈક લઈને રંગપર બેલા રોડ ઉપર જતો હતો ત્યારે ટ્રકની ઓવરટેઈક કરવા જતા સામેથી આવતા ડમ્પર સાથે અથડાતા બાઈક સ્લીપ થઈ જતા પાછળથી આવતા અજાણ્યા વાહનના ટાયરમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ બનાવ અંગે મૃતકના મિત્ર અભિષેક સચિદાનન્દ તિવારીની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે એમવી એકટની કલમ 177,184, તેમજ આઇપીસી કલમ 279 અને 304 (અ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text