મોરબીમાં પરિણીતા સાથે પ્રેમમા પડેલા વકીલને વાંધો પડતા મામલો પોલીસ મથકે

- text


ભરણ પોષણનો કેસ લડતા વકીલ સાથે પરિણીતાની આંખ મળી ગયા બાદ સંબંધો વણસ્યા, વકીલ વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબીમા પતિ સાથે અણબનાવ બાદ પુત્ર સાથે એકલી રહેતી પરિણીતાને ભરણ પોષણનો કોર્ટ કેસ કર્યા બાદ વકીલ સાથે આંખ મળી ગયા બાદ પ્રેમ સંબંધમાં ડખ્ખા થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને વકીલ વિરુદ્ધ ઢીકા પાટુનો માર મારવા તેમજ બન્નેનું અપહરણ કરી જવાની ધમકી આપવા મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રેશમાબેન ગીરીશભાઈ વિડજા ઉ.33 નામની પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેણીના વર્ષ 2008મા ઘાટીલા ગામના ગિરીશ વિડજા સાથે લગ્ન થયા બાદ અણબનાવ બનતા પોતાના પુત્ર સાથે મોરબી એકલી રહે છે. જે દરમિયાન પતિ વિરુદ્ધ ભરણ પોષણનો કેસ કરવો હોય વકીલ તરીકે રજાકભાઈ બુખારીને રોક્યા હતા અને કેસ બાબતે આવર નવાર વકીલ રજાકભાઈ બુખારીને મળવાનું થતું હોય તેમની આંખ મળી ગઈ હતી અને પ્રેમ સંબંધ બંધાતા વકીલ તેના ઘેર અવાર નવાર આવતો હતો.

- text

દરમિયાન લાંબો સમય સુધી બન્ને વચ્ચે સારા સંબંધ રહ્યા બાદ સંબંધો બગડતા ગત તા.2 નવેમ્બરના રોજ વકીલ રજાક બુખારી રેશમાબેનના ઘેર આવ્યો હતો અને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે મોબાઈલ ફોન ઉપર માતા અને પુત્રને ઉપાડી લેવાની ધમકી આપી હતી.

આ ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે રેશમાબેન વિડજાની ફરિયાદને આધારે આરોપી રજાકભાઈ બુખારી વિરુદ્ધ આઇપીસી કલમ 323, 504, 506 (2) અને 507 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text