વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઇ

- text


મોરબી એસઓજી ટીમ દ્વારા ઓપરેશન પાર પાડી મૂળ બંગાળની વતની મહિલાને 3.5 કિલોગ્રામ ગાંજા સાથે દબોચી લીધી

મોરબી : મોરબી એસઓજી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા રહેતી મહિલાને સાડાત્રણ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ મહમદઅસ્લમ શૌકતઅલી અંસારી અને તેમની ટીમને મળેલી સચોટ બાતમીને આધારે ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરીયાળા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા વૃદાવન સોસાયટી બાજુમાં રહેતી કરીમા સાગર નાઘોણા ઉ.25 નામની મહિલાને રૂપિયા 35 હજારની કિંમતના 3.5 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ રૂપિયા 5 હજારની કિંમતનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text