હળવદમાં ડમ્પર છકડા રીક્ષાના ઠાઠામાં અથડાતા મહિલાના પગ ભાંગી ગયા

- text


હળવદ : હળવદ સરા ચોકડીથી સરા તરફ જતા રોડ ઉપર સ્વામીનારાયણનગરના ગેટ પાસે આગળ જતી રીક્ષાના ઠાઠામાં GJ-01-XX-7912 નંબરનું ડમ્પર ઘુસી જતા રીક્ષામાં પાછળ બેઠેલા મધુબેન વિષ્ણુભાઈ ચાવડાને જમણા પગમા બે ફેક્ચર કરી તથા ડાબા પગના ગોઢણમા ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર રેઢું મુકી ભાગી જતા આ મામલે મધુબેન વિષ્ણુભાઈ ચાવડાની ફરિયાદને આધારે હળવદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text